તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉમરદા ગામે મનરેગા યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠી

વાંકલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારીના કામો કર્યા વિના જ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા વચેટિયાએ ઉપાડી લીધા

ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામના યુવાનો મહિલાઓ મનરેગા યોજના હેઠળ રોજગારીથી વંચિત રહેતા આક્રોશ સાથે તાલુકા મથક કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ટીડી ઓ ને લેખિત ફરિયાદ કરી જણાવ્યું કે ઘણા વર્ષથી ગામમાં મનરેગા યોજના હેઠળ ગ્રામજનોને કોઈ લાભ મળતો નથી વર્ષ 2021 સુધીમાં ગામમાં મનરેગાનું કોઈ કામ કરવામાં આવ્યું નથી છતાં ગ્રામ પંચાયતના જી. આર. એસ. સંદીપભાઈ પાડવીએ કાવતરું રચી ગ્રામજનોના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. પંચાયતના જવાબદારો દ્વારા ગ્રામસભા બોલાવાાતી નથી.

મનરેગામાં મળતા લાભથી ગ્રામજનો વંચિત રાખવામાં આવ્યા છે. ગ્રામજનોની દસ પંદર દિવસની હાજરી બતાવી 100 દિવસની રોજગારીના પૈસા આઇ.ડી.બી.આઈ ના બેંક ખાતામાંથી ઉપાડી લેવાયા છે. જવાબદાર જી આર.એસ સંદીપભાઈ પાડવી સહિત તમામ જવાબદારો વિરુદ્ધ નિયત સમયમાં કાર્યવાહી કરી ગામજનોને ન્યાય ન અપાવેે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

અન્ય સમાચારો પણ છે...