તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંતે પાતલદેવી ગામે માર્ગની મરામત શરૂ થતાં ધરણાં કાર્યક્રમ મોકૂફ રખાયો

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝંખવાવ માર્ગ ઉપર પાતલદેવી ગામના પાટિયાથી પાતલદેવી ગામ સુધી જવાનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હોવા છતાં સરકારી તંત્ર અને વનવિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેથી કોંગ્રેસ સમિતિના આગેવાનો શામજીભાઇ ચૌધરી રમણભાઈ ચૌધરી વગેરે દ્વારા જવાબદાર અધિકારીઓની કચેરી સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેથી વનવિભાગ અને માર્ગ અને મકાન વિભાગ અને પોલીસ તંત્ર સહિત ત્રણેય વિભાગના જવાબદાર અધિકારીઓ કોંગ્રેસના આગેવાનો પાસે દોડી આવ્યા હતા અને આગેવાનો સાથે વાટાઘાટ કરી ધરણાનો કાર્યક્રમ મોકૂફ રખાવ્યો હતો તેમજ તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ શરૂ કરાવી દીધું છે સાથે આ માર્ગ નું નવીનીકરણ કરવાની ખાતરી આપવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોએ હાલ ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...