તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસરિયા લહેર:માંગરોળ, ઉમરપાડામાં કોંગ્રેસના સુપડા સાફ, તમામ બેઠકો ભાજપે કબજે કરી

વાંકલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોંગ્રેસે કોસંબા જિ. પં. બેઠક માત્ર 29 મતે ગુમાવી, દર્શન નાયકનો કારમો પરાજય

માંગરોળ તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે માંગરોળ તાલુકા પંચાયતની 19 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. સમગ્ર તાલુકામાં કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી છે, જેમાં માંગરોળ મોસાલી કોસંબા 1 કોસંબા 2 અને પીપોદરા તાલુકા પંચાયત બેઠક સમાવેશ થાય છે. પીપોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હસમુખભાઈ રાઠોડ માત્ર ચાર મતે વિજેતા થયા છે. માંગરોળ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 5 બેઠક પર ભાજપ જીત્યું છે. કોસંબા જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન કિશોરભાઈ પંડ્યાને ભાજપના અમિષાબેન જગદીશભાઇ પરમારે માત્ર 29 મતે હાર આપી છે,

જ્યારે સમગ્ર જિલ્લાનું ધ્યાન કેન્દ્રિત કરતી નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ધુરંધર નેતા દર્શન નાયકને કોંગ્રેસ પક્ષે ટિકીટ આપતા આયાતી ઉમેદવાર હોવાથી સ્થાનિક ઉમેદવાર ઈદ્રીશભાઈ મલેક નારાજ થઈ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસે મોટું નુકસાન વેઠવું પડયું છે. મુસ્લિમ મતદારો ધરાવતી તાલુકાની પાંચથી વધુ બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. તેમજ સમગ્ર માંગરોળ તાલુકાનું સંગઠન માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું,

જેના પરિણામે નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકની કારમી હાર થઈ છે. ભાજપના અફઝલ ખાન પઠાણનો 4350 મતે ભવ્ય વિજય થયો છે આખરે કોંગ્રેસ પક્ષને દર્શન નાયકની ટિકિટ આપવાનું ભારે પડ્યું છે. ઉમરપાડા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં બંને તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...