મદદ:માંગરોળમાં દીપડા દ્વારા પશુનું મારણ કરતા પશુપાલકોને 80 હજારનો ચેક અર્પણ કરાયો

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ ગામે વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ નિમિત્તે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના હસ્તે દિપડા દ્વારા મારણ કરાયેલા પશુઢોર ના વળતર પેટે પશુપાલકોને સહાય ચેકનું વિતરણ કરાયું હતું. થોડા સમય પહેલા ઝાખરડા ગામે ગુલાબભાઈ તરસરીયા ભાઈ વસાવા મસ્તાન ગામે અમતાબેન બાબરભાઈ વસાવા અને માંગરોળ ગામે જશવંતભાઈ ડાહ્યાભાઈ પટેલ વગેરે ખેડૂત પશુપાલકોના જાનવરોનું મારણ દીપડાએ કર્યું હતું.

વાંકલ રેન્જ દ્વારા જરૂરી વળતર ની કાર્યવાહી કરવામાં આવી હતી જેથીસહાય પેટે ખેડૂતોને 80,000 રકમના ચેક નું વિતરણ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા દ્વારા પશુપાલકોને કરવામાં આવ્યું. સાથે માંગરોળ ગ્રામ પંચાયત ખાતે વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઊજવણી કરવામા આવી. જેમાં ધારાસભ્ય ગણપતભાઇ વસાવા દ્વારા ગામ લોકોને વન્યપ્રાણી અને વનના ઉપયોગો અને તેની સંરક્ષણ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને નોટ બુક સ્ટેશનારી કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પ્રોગ્રામનું આયોજન સુરત વન વિભાગ ના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરની સૂચના મુજબ,મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસડા ના માર્ગદર્શન હેઠળ વાંકલ રેન્જ ના આર. એફ. ઓ નીતિન વરમોર ફોરેસ્ટર જયેશ વસાવા જયંતિ બારીયા દ્વારા કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...