તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કેવડી ગામે કોંગ્રેસના મહામંત્રીએ વેપારી પાસે હપ્તો માંગતા ફરિયાદ

વાંકલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે ચૂંટણીમાં હારેલા ઉમેદવારના પતિ અને કોંગ્રેસના મહામંત્રીએ વેપારીઓને દર મહિને હપ્તા નહીં આપો તો ધંધા બંધ કરાવી દઈશ, કહી હપ્તો માંગતા વેપારીએ કોંગ્રેસના મહામંત્રી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કેવડી ગામના વેપારી ધર્મેશભાઈ જગદીશભાઈ મોદીએ કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઈ સતિષભાઈ પટેલ વિરુદ્ધ હપ્તા માગવા અંગેની ફરિયાદ ઉંમરપાડા પોલીસ મથકમાં નોંધાવી છે.

વેપારી ધર્મેશભાઈ જગદીશભાઈ મોદી કેવડી ગામના બજારમાં અનાજ કરીયાણા દુકાન ધરાવે છે તેઓ પાસે હિતેશભાઈ સતિષભાઈ પટેલ દ્વારા દર મહિને ધંધો કરનારા વેપારીઓ હપ્તો આપે તેવી માંગણી કરવામાં આવી હતી અને હપ્તો નહીં આપે તો હું તમારા ધંધા બંધ કરાવી દઈશ. તેવી ધમકી આપી જેથી હાલ કોંગ્રેસના મહામંત્રી વિરુધ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેઓની અટક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફરિયાદ કરનાર વેપારીને ત્યાંથી ગઈ કાલે 1.6 લાખનો અખાદ્ય ગોળ પકડાયો હતો
કેવડી ગામના વેપારી ધર્મેશભાઈ ઉર્ફે લાલુ જગદીશભાઈ મોદીના ગોડાઉનમાંથી પોલીસે 1.6 લાખનો અખાદ્ય ગોળનો જથ્થો ગઈકાલે ઝડપી પાડયો હતો અને આ જથ્થો ઝડપાયો તેમાં કોંગ્રેસના મહામંત્રીનો હાથ હોવાના આક્ષેપો પણ ચર્ચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...