ચોરી:હોટેલમાંથી તસ્કરોને કશુ‎ ન મળ્યું તો કોલ્ડડ્રીંક્સની‎ બોટલો લઇ ગયા‎

વાંકલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા ખાતે આવેલ પેરિસ હોટલના સટરનું તાળું તોડી ત્રણ ઈસમો ઠંડા પીણા સહીત નાના-મોટા સામાન ની સામાન્ય ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટના CCTV કેમેરામાં કે થવા પામી છે મોસાલી ચાર રસ્તા ખાતે મોસાલી ગ્રામ પંચાયતના સદસ્ય ઐયુબ ઈબ્રાહીમ ભૂલા, પેરિસ હોટલ ચલાવે છે.

ગત રાત્રિ દરમિયાન 4:00 કલાકે અજાણ્યા ત્રણ ઈસમો તેઓની હોટલ પર આવ્યા હતા અને હોટલના શટર નું તાળું તોડી આ ઈસમોએ હોટલ માં પ્રવેશ કર્યો હતો. બધો સામાન તેઓએ વેરવિખેર કરી નાખ્યો હતો, પરંતુ રોકડ રકમ અથવા અન્ય કોઈ કીમતી ચીજવસ્તુ તેઓના હાથમાં આવી ન હતી માત્ર ઠંડા પીણા અને નાની-મોટી સામાન્ય ચોરી તસ્કરો એ કરી હતી હોટલના માલિકે સવારે ચોરી થયા અંગેની જાણ માંગરોળ પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી હોટલમાં લગાવેલ CCTV કેમેરા ચેક કર્યા હતા. જેમાં ત્રણ જેટલા ઈસમો હોટેલ ના સેન્ટર નું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. આ ઈસમો નેપાળી હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે ગુના અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...