તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અનૈતિક સંબંધનો આરોપ મૂકનાર પતિને માર મરાયો

વાંકલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરપાડા તાલુકાના વડ ગામની ઘટના

ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડગામમાં પત્ની સાથે અનૈતિક પ્રેમ સબંધ નો આરોપ મૂકનાર પતિ ને યુવક સહિત અન્ય બે ઈસમો એ માર મારતા ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વડ ગામના લંગડી ફળિયામાં રહેતા યોગેશભાઈ દિનકરભાઈ વસાવા 29મીના રોજ ઘરે હતો. ત્યારે તેની પત્ની અન્ય કોઈ સાથે ફોન પર વાત કરતી હતી, જેથી પતિ યોગેશે કોની સાથે વાત કરે છે અને આ ફોન તને કોણે લઇ આપ્યો મુદ્દે દબાણ કરી પૂછ પરછ કરતા પત્નીએ સંદીપ કમનાભાઈ વસાવા સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘરેથી ચાલી ગઇ હતી. પત્નીની શોધખોળ કરવા માટે યોગેશ ફળિયામાં જઈ રહ્યો હતો ત્યારે સામે સંદીપભાઈ કમનાભાઇ વસાવા મળી જતા યોગેશભાઈએ પોતાની પત્ની ક્યાં છે તેવું તેને પૂછ્યું હતું અને પત્ની સાથે અનૈતિક પ્રેમ સંબંધ કેમ રાખે છે એવું કહેતા સંદીપ ઉશ્કેરાઈ ગયો હતો અને યોગેશ સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે અન્ય બે શખ્શો મહેશ દયારામ વસાવા અને પિતા કમનાભાઈ નુરજી વસાવા સહિત ત્રણ શખ્સોએ યોગેશને માર માર્યો હતો અને સરપંચના ઘરે તેઓ લઈ ગયા હતા.

ઇજા પામેલા યોગેશને ઉમરપાડા ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. ઉપરોક્ત ગુના સંદર્ભમાં હોસ્પિટલ ખાતેથી યોગેશભાઈ દિનકરભાઇ વસાવાએ સંદીપ કમનાભાઇ વસાવા, મહેશ દયારામ વસાવા અને કમનાભાઇ નુરજીભાઇ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...