તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઝંખવાવમાં 5 દિવસથી BSNLનું નેટવર્ક ખોટકાતા લોકો પરેશાન

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ સરકારી વિભાગની કચેરીઓના કામ ખોરંભે પડયા

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં બીએસએનએલનું નેટવર્ક ખોટકાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીએસએનએલનુ નેટવર્ક સાથે જોડાયેલા બેંક, પોસ્ટ ઓફિસ, તેમજ લેન્ડલાઈન ટેલિફોન કનેક્શન ધારકો હાલ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ઝંખવાવના જાગૃત નાગરિક જયેશભાઈ રાવલે આ બાબતે જવાબદારોને પૂછતા તેમણે મુખ્ય ફાઈબર કેબલ કપાઈ જતાં આ લાઈન બંધ પડી છે અને સમારકામ માટે સ્પેશિયલ ટીમ સુરતથી આવશે અને સમારકામ કરશે તેવો જવાબ મળી રહ્યો છે. આજના ઝડપી યુગમાં પાંચ દિવસ વિતવા છતાં લોકોને સેવા મળતી નથી.

મહત્તમ સરકારી વિભાગની કચેરીઓ માં કામ ખોરંભે પડયા છે લોકો ધરમ ધકકા ખાઇ રહયા છે છતાં કામ થતાં નથી. બીએસએનએલ મોબાઈલ કવરેજ પણ બરાબર નહીં પકડાતાં લોકોએ બીજી કંપનીના સીમ કાર્ડ લઈ રહ્યા છે, જેના કારણે બીએસએનએલ કંપનીના કમ્પેરમાં બીજી કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. ત્યારે લોકહિતમાં જવાબદાર બીએસએનએલના જવાબદાર અધિકારીઓ સિસ્ટમને સત્વરે કાર્યરત કરે તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...