કાર્યવાહી:અંકલેશ્વર જતો 12 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝંખવાવથી ઝબ્બે

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા પાસે એક ટેમ્પોને અટકાવી અંદરથી 12,43,200 નો દારૂ ઝડપી પડાયો છે.માંગરોળ પોલીસે બાતમીને આધારે ઝંખવાવ ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી એક ટેમ્પો (M.H.48,A G 2250) આવતા પોલીસ આ ટેમ્પો અટકાવી તપાસ કરતા ટેમ્પામાંથી મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક નું નામ પુછતા તેણે પોતાનું નામ જબ્બરશાહ બંડુશાહ ફકીર, મૂળ ભુસાવલ મહારાષ્ટ્ર નો વતની હોવાનું જણાવ્યું હતું.

ઉપરોક્ત દારૂનો જથ્થો દેવીલાલ જેના નામના ઈસમે મંગાવ્યો હતો અને અંકલેશ્વર ખાતે આવેલ એકતા હોટલ પાસે ઉપરોક્ત દારૂનો જથ્થો મુકવા જણાવ્યું હતું આ જથ્થો ભીલાડ થી અંકલેશ્વર લઇ જવાતો હતો પોલીસે ડ્રાઇવરની અંગે ઝડપી લેતા રૂપિયા 6500 રોકડા મળી આવ્યા હતા તેમજ દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 18,50,200 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...