હુકમ:GIPCLએ ખેડૂત વિરુદ્ધ જમીન કબજા મુદ્દેે નોંધાવેેલી FIR રદ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંપાદન લેપ્સ થતાં મૂળ માલિકે અન્યને જમીન વેચી હતી

માંગરોલ તાલુકાના મોસાલી ગામના ખેડૂતની જમીન ખરીદનાર અન્ય ખેડૂત વિરુદ્ધ જમીન કબજા બાબતે જી આઈ પી સી એલ કંપ ની નાની નરોલી દ્વારા નોંધાવેલી એફઆઈઆર હાઇકોર્ટે રદ કરી છે. મોસાલીના ખેડૂત ખેડૂત યુસુફ ઈસ્માઈલ જસાતની ખેતીની જમીન જીઆઈપીસીએલ દ્વારા સંપાદન કરવામાં આવેલી.

પરંતુ જમીન સંપાદન કાયદાની કલમ –11 હેઠળ એવોર્ડ અને સંપાદન લેપ્સ હોવાથી જમીન માલીક યુસુફ ઈસ્માઈલ જસાતે ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી વેચાણ કરેલ અને ખરીદનાર એવા જુનેદ અહમદ જસાતને કબજો સુપ્રત કરેલ જે બાબતે કંપની દ્વારા એફ.આઈ.આર. જમીન ખરીદનાર વિરૂધ્ધ કરવામાં આવેલ જેથી માંગરોલના જુનેદભાઈ જસાતે હાઈકોર્ટમાં એફ.આઈ.આર. રદ કરાવવા ક્રિમીનલ મીસ એપ્લીકેશન નંબર 24503/2017થી એડવોકેટ સોહેલ એસ. નુર મારફતે હાઈકોર્ટ ના એડવોકેટ અલીઅઝગર જાબુવાલા મારફતે કેસ દાખલ કરેલ જે કેસ ચાલી જતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી દ્વારા કરવામાં આવેલ એફ.આઈ.આર. ખોટી અને ગુનો બનતો નહીં હોવાની હકીકત ધ્યાને લઇ એફ.આઈ.આર. રદ કરતો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...