અકસ્માતની વણઝાર:વાંકલ ઝંખવાવ માર્ગ પર સેલારપુર નજીક કાર પલટી ચાલકને સામાન્ય ઇજા

વાંકલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ માર્ગને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો, એક માસમાં ચોથો અકસ્માત

માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ પર સેલારપુર ગામના પાટિયા પાસે ખરાબ રસ્તાના કારણે ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં ચાલકનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો છે. વાંકલ ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ તદ્દન ખરાબ થઈ ગયો હોવાથી દિન પ્રતિદિન અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં ત્રણથી વધુ અકસ્માતો થયા છે.

આજે બનેલી ઘટનામાં માંડવી તાલુકાના આમલી ડેમ નજીકના દેવગીરી ગામના દીનાબેન જેસીંગભાઇ વસાવાની માલિકીની કાર (G.J.19.BA.1121) નો ચાલક વાંકલ થી ઝંખવાવ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ખરાબ માર્ગને કારણે ચાલક યુવાને સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, અને કાર પલટી મારી ગઇ હતી પરંતુ સદનસીબે ચાલક યુવકને સામાન્ય ઇજા થવાથી આબાદ બચાવ થયો છે. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો અને પોલીસ પણ મદદે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...