ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:ડુંગરી ગામે ગામીત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ડુંગરી ગામે માંગરોળ તાલુકા ગામીત સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયો હતો.

રમતગમતના માધ્યમથી ગામીત સમાજ ની ભાતૃ ભાવના કેળવાય અને સમાજ સંગઠિત બને એવા મૂળ હેતુથી માંગરોળ તાલુકા ગામિત સમાજના આગેવાનો નરેશ ગામીત, ગોમાન ગામીત, ડેપ્યુટી સરપંચ રાજેશ ગામીત, ઠાકોર ગામીત વગેરેના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર બ્રિજેશ ગામીત અને યુવા મંડળની ટીમ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે યુવાનોને સંગઠિત થઈ દરેક ક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત અતુલભાઇ પટેલ સહિત વિસ્તારના અનેક આગેવાનો એ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...