તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પ્લાસ્ટિક ચોખામાં FRLની ટીમે ચકાસણી શરૂ કરાઈ

વાંકલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક તપાસમાં ચોખા ફોર્ટિફાઇડ પોષક તત્વો યુક્ત હોવાનું અધિકારીઓએ જણાવ્યું

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સરકારી સસ્તા અનાજની દુકાનમાં પ્લાસ્ટિક ચોખાનું વિતરણ થઈ રહ્યાની ફરિયાદ સંદર્ભમાં ગાંધીનગરથી એફ. આર. એલની ટીમે માંગરોળ ખાતે આવી ચોખાના સેમ્પલ લઈ તપાસ શરૂ કરતાં પ્રાથમિક તપાસમાં ચોખા કોઈપણ પ્રકારના ભેળસેળ વિનાના અને પોષક તત્વ યુક્ત ફોર્ટિફાઇડ ચોખા હોવાનું ટીમ દ્વારા જણાવાયું હતું.

મળતી માહિતી અનુસાર તારીખ 1 ના રોજ વાંકલ ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ થઇ રહ્યું હોવાની સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા ફરિયાદ કરાતા આ મામલે માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ માંગરોળ વાંકલ ગામના વેરાવી ફળિયાના લોકોની મુલાકાત લીધી હતી ત્યારે સ્થાનિક ગ્રાહકોએ ચોખા પ્લાસ્ટિકના અને ભેળસેળ વાળા હોવાની રજૂઆતો કરી હતી. ત્યારબાદ ચોખામાં ભેળસેળ હોવાના મામલે તેમણે માંગરોળના મામલતદારને ફરિયાદ કરી હતી.

આ મામલો રાજ્યના નાગરિક પુરવઠા વિભાગ સુધી પહોંચતા પુરવઠા વિભાગ દ્વારા એફ.આર.એલની ટીમને તપાસ સોંપવામાં આવી હતી, જેથી માંગરોળ ખાતે સરકારી અનાજનાં ગોડાઉન ખાતે ચોખાની તપાસ માટે ગાંધીનગરથી એફ.આર.એલ ની ટીમ આવી હતી. ટીમ દ્વારા માંગરોળના સરકારી ગોડાઉન ખાતે જરૂરી નમૂના લઇ ચકાસણી કરી શરૂ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં એફ.આર.એલના ગાંધીનગરનાં ટેકનિકલ ઓફિસર જે.પી.દરબારે જણાવ્યું કે, ચોખાનો જે જથ્થો વિતરણ કરવામાં આવે છે. તે ચોખા ફોર્ટિફાઇડ છે. સરકાર દ્વારા ન્યટ્રીસન વિટામિન અને મિનરલ્સ ઉમેરીને આ ચોખા બનાવવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી હાલ વાંકલ સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ચોખાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો સત્તાવાર રિપોર્ટ થોડા દિવસમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...