સમસ્યા:વાવાઝોડા સાથેના વરસાદથી ખેતીમાં થયું વ્યાપક નુકસાન

વાંકલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકામા ગુરુવારે પડેલા વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોર થતા ધરાશાયી થયેલા ડાંગરનો પાક પાણીમાં ગયો હતો - Divya Bhaskar
ઓલપાડ તાલુકામા ગુરુવારે પડેલા વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોર થતા ધરાશાયી થયેલા ડાંગરનો પાક પાણીમાં ગયો હતો
  • ઉમરપાડા, ઓલપાડ અને મહુવા તાલુકામાં તબાહી

ઉમરપાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસતા વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણપણે આદિવાસી નાના ખેડૂતો વસવાટ કરે છે અને આકાશી ખેતી ઉપર આ ખેડૂતો નિર્ભર છે ત્યારે હાલના સંજોગોમાં કુદરતી આફત ઊભી થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની સાથે વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે જેને લઇ ડાંગરનો તૈયાર પાક બગડી ગયો છે.જેથી ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવાઇ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે તાલુકાના સરવણ ફોકડી ચિતલદા. તેમજ નવી વસાહત વિસ્તાર સહિત સમગ્ર તાલુકામાં ખેડૂતોના ડાંગરના પાક ને વ્યાપક નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક ધોરણે ડાંગરના પાકનું સરકાર સર્વે કરાવી ખેડૂતોને પાક નું વળતર ચુકવે એ દિશામાં કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

સરકાર નુકસાનીનું વળતર ચૂકવે
ઉમરપાડા ના મોટી ફોકડી ગામના આદિવાસી ખેડુત પાંચીયાભાઇ ડુંગરિયાભાઈ વસાવાએ જણાવ્યું કે અમારા ડાંગરના પાકને વરસાદ વાવાઝોડા થી વ્યાપક નુકશાન થયું છે છતાં કોઈ સરકાર ના જવાબદાર અધિકારી નુકસાન જોવા નથી આવતા ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી કરાવે અને ખેડૂતોને ડાંગરના પાકની નુકશાની પેટે વળતર ચુકવે તેવી અમારી માંગ છે.

મહુવા તાલુકાના ખેતરોમાં પણ ડાંગરનો ઉભો પાક ધરાશયી
મહુવા તાલુકામા સાંજ બાદ છેલ્લા ત્રણ દિવસ થી પવન સાથે પડી રહેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોનો ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક સુઈ ગયો છે.જેને લઈ ડાંગરના તૈયાર પાકના દાણા ખરવા લાગ્યા છે જેથી ખેડૂતોએ મોટી નુકસાની વેઠવાની નોબત આવી છે.આ વરસાદમા શાકભાજીના પાકને પણ મોટી નુકસાની ની શક્યતા થી ખેડૂતો જંતુનાશક દવાનો છંટકાવ કરી પોતાનો કિંમતી પાક બચાવવાની કામગીરીમા મંડી પડ્યા હતા.આ ઉપરાંત ઘણા પશુપાલકો પશુ માટેનો ચારો એવા ડાંગરના પુરાને પણ ભીંજાતા અટકાવવા પ્લાસ્ટિક પાથરવાની કામગીરીમાં સવારથી જ મંડી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...