તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈ-લોકાર્પણ:ઉમરપાડા તાલુકામાં છાત્રાલયોનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલીયા અને ચંદ્રપાડામાં નવા મકાન બનાવાયા

9મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કરી હતી. ઉમરપાડા સરકારી કન્યા-કુમાર છાત્રાલયો અને ગોપાલીયા તેમજ ચંદ્રપાડાના નવનિર્મિત મકાનોનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે જરૂરીયાતમંદોને વેલાવાળા શાકભાજી, મકાન સહાય યોજના, હળપતિ ગૃહ આવાસ નિર્માણના મંજૂરીપત્રો, માનવગરીમાં યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ સહાય ચેકો અને પેસા એક્ટના હકપત્રોનું વિતરણ કરાયું હતું.

ઉમરપાડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આયોજિત સમારોહમાં મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 1993થી પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપાઈના પ્રસ્તાવ અંતર્ગત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. સોમનાથ મંદિરને બચાવનાર હમીરજી ગોહિલ, રાજ્યના વનબંધુ એવા ભારતમાતાના આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરુ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનોએ આદિવાસીઓનું ગૌરવ વધાર્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાના પ્રથમ તબક્કામાં રૂ.1,02,000 કરોડની ફાળવણી કરી હતી. જ્યાં પહેલા રસ્તા, પાણી, શૌચાલય, બસ સેવા, શિક્ષણ કે આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓના પણ અનેક પ્રશ્નો હતા ત્યાં હવે ગુણવત્તાયુક્ત રસ્તા, ઘરે-ઘરે નળ અને તે નળમાં શુધ્ધ પાણી, આધુનિક બસ સુવિધાઓ, શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ અને અત્યાધુનિક આવાસ અને શહેરી જનસુવિધાઓ અને તબીબોથી સજ્જ સરકારી હોસ્પિટલો જેવા વિકાસના આયામો રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યા છે. એટલું જ નહિ, દેશભરમાં વનબંધુઓને તેમની જમીનની માલિકીના હક્કો પુરા પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વનબંધુહિતલક્ષી યોજનાઓની સાથોસાથ છેવાડાના લાભાર્થી સુધી તે યોજનાનો લાભ મળે તેવા હેતુ સાથે સંવેદનશીલ સરકારે વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2 અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ.1 લાખ કરોડ ફાળવ્યા, જેના થકી નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે એમ મંત્રીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...