તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:જિ. પં.ની નાની નરોલી બેઠક ઉપર ઇદ્રીશ મલેકે મેન્ડેટ વિના દાવેદારી કરી

વાંકલ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ લઘુમતી સમાજના પ્રમુખ સોહેલ કોલીએ રાજીનામું આપ્યું

માંગરોળ તાલુકાની નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસમાંથી ટિકિટ માંગી રહેલા ઇદ્રીશ મલેકનું નામ નહીં જાહેર કરાતા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોમાં વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો છે અને ખાસ માંગરોળ તાલુકાના મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઇદ્રીશ મલેકે પાર્ટીના મેન્ડેટ વિના ઉમેદવારી ફોર્મ ભર્ય છે.

માંગરોળમાં જિલ્લા પંચાયતની બેઠકોમાં ઝંખવાવ બેઠક ઉપર ઈરફાન મકરાણીનું નામ જાહેર થતા હરીફ ઉમેદવાર સંતોષ મૈસુરીયાની ટિકિટ કપાઈ છે. માંગરોળ બેઠક ઉપર આરતીબેન પરમાર અને પીપોદરા જિલ્લા પંચાયત બેઠક ઉપર અનિતાબેન ચૌધરીને ટિકિટ આપી છે. જ્યારે કોર કમિટીએ જ્યોતિબેન ચૌધરી નામ સૂચવ્યું હતું. કોસંબા જિલ્લા પંચાયતની બેઠક ઉપર મંજુલાબેનને ટિકિટ આપી છે, જ્યારે સામે ટિકિટ માંગી રહેલા તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબેન પરમારની ટીકીટ કપાય છે. નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર દર્શન નાયક અને ઇદ્રીશ મલેક વચ્ચે કાંટાની ટક્કર છે. જેથી આ બેઠક ઉપર હાલ કોઈ નામની જાહેરાત કરી નથી.

પરંતુ સ્થાનિક ઇદ્રીશ મલેકની ટિકિટ કપાવાના સંકેત મળતા અસંતોષ ઉભો થયો છે. તાલુકા કોંગ્રેસ લઘુમતી સમાજના પ્રમુખ સોહેલ કોલીએ પ્રમુખ તરીકેથી રાજીનામું આપી દીધું છે. કેટલાક આગેવાનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરી અને તુષાર ચૌધરીને આ મુદ્દે જવાબદાર ઠેરવી તેઓ વિરુદ્ધ વ્યાપક આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોર કમિટીએ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી જીતી શકે તેવા ઉમેદવારોની યાદી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મોકલી હતી પરંતુ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના નામો યાદીમાં સમાવી લેવાયા છે.

કેટલીક બેઠક પર સ્થાનિક ઉમેદવાર ન મળ્યા
તાલુકાની પીપોદરા જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર કોંગ્રેસને સ્થાનિક ઉમેદવાર ન મળતા અન્ય વિસ્તારના ઉમેદવારો મૂકવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ જોતા કેટલીક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય તેવા સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો