ક્રાઇમ:જિ. પં.ના સભ્યના પુત્રે દંપતીને અડફેટે લેતાં પતિનું મોત

વાંકલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીના વેગી ગામના સંદીપ ઇશ્વર ચૌધરી પત્ની તારાબેન સાથે વાલીયાથી દવા લઇ મોપેડ પર પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે GJ 19 A F.3640 કારના ચાલકે દંપતીને અડફેટે લીધું હતું. સંદીપ ચૌધરીનું ઘટના સ્થળે  મોત થયું હતું. તેની પત્નીને સારવાર માટે બારડોલી ખાતે ખસેડવામાં આવેલ છે. મૃતક યુવકના પિતા ઇશ્વરભાઇ ચૌધરી ઉમરપાડા પોલીસમાં  કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તપાસમાં આ કાર સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસિંગભાઈ વસાવાની હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ કાર તેમનો પુત્ર ચલાવી રહ્યો હતો હોવાનું હાલની તપાસમાં બહાર આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...