તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માંગરોળ તાલુકામાં વીજ બિલ માટે પઠાણી ઉઘરાણી ન કરવા માગણી, બિલ ચૂકવતાં મોડું થાય તો પેન્લટી ન વસૂલવા કોંગ્રેસની રજૂઆત

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસની મહામારીમાં મુશ્કેલીમાં મુકાયેલા વીજ ગ્રાહકો પાસે  બિલના નાણાં માટે પઠાણી ઉઘરાણી ન કરવા રજૂઆત માંગરોળ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ વીજ અધિકારી સમક્ષ કરી છે. 

કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ડીજીવીસીએલના ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું કે સોશિયલ મીડિયા મારફત એવી વિગત જાણી છે કે 30મી સુધીમાં બિલના નાણાં ભરી દેવાના રહેશે. જે ગ્રાહક વિલંબ કરશે એને પેનલ્ટી ચૂકવવી પડશે. હાલમાં  રોજગાર બંધ છે ત્યારે બિલ ભરવાનું મુશ્કેલ છે. આવા સમયે પઠાણી ઉઘરાણી બંધ કરે અને દંડ વિના વીજ બિલ ભરવામાં સવલત કરી આપે તેવી અમારી માંગ છે.

બિલ ભરી દેવાની જાહેરાત કચેરીએ કરી નથી 
માંગરોળ તાલુકા મથક વીજ કંપનીના નાયબ ઇજનેર ચૌધરીએ જણાવ્યું કે 30મી સુધીમાં બિલના નાણાં ગ્રાહકોએ ભરી દેવા અને ન ભરનાર પાસે પેનલ્ટી વસૂલાશે તેવી જાહેરાત અમારી કચેરી દ્વારા કરવામાં આવી નથી સોશિયલ મીડિયા પર ના અહેવાલ ખોટા છે. 

અન્ય સમાચારો પણ છે...