તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉમરદામાં મનરેગા યોજનામાં લાખોના ભ્રષ્ટાચારની રાવ સાથે તપાસની માંગ

વાંકલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારીના કામો કર્યા વગર જ વચેટિયાઓએ નાણાં ઉપાડી લીધાની રાવ
  • ગ્રામજનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના આગેવાનોએ લડત ઉપાડી

ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામે મનરેગા યોજનામાં કરાયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ તાલુકા મથક ખાતે વિરોધ પ્રદર્શિત કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. ઉમરદા ગામે મનરેગા યોજના હેઠળ ગામમાં રોજગારીના કામો કર્યા વિના બેંક માંથી વચેટિયાઓ એ ભેગા મળી રૂપિયા ઉપાડી લઇ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉમરદા ગામ માંથી ઉઠી હતી.

આ મુદ્દે ઉંમરદા ના ગ્રામજનોએ ત્રણ દિવસ પહેલા મોટી સંખ્યામાં તાલુકા મથક ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી તપાસની માંગ કરી હતી, પરંતુ આ બાબતે જલ્દી તપાસ થાય અને ઉમરદા ગામના અન્યાયનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે એ હેતુ થી કોંગ્રેસના આગેવાનો પ્રમુખ હરીશભાઈ વસાવા નટવરસિંહ વસાવા મહામંત્રી હિતેશભાઈ પટેલ, રામસિંગભાઈ વસાવા ભુપેન્દ્રભાઇ વસાવા મૂળજીભાઈ પટેલ નટવરસિંહ વસાવા સેમ્યુઅલભાઈ વસાવા હિમ્મતભાઈ વસાવા સુભાષભાઈ વસાવા વગેરે આગેવાનો વધુ એક ફરિયાદ સરકારી તંત્રને કરી છે અને ગ્રામજનોને ન્યાયના નહીં મળે તો કોંગ્રેસના આગેવાનોએ લડત ઉપાડવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...