રજૂઆત:વાંકલમાં પેસા એક્ટ સમતા જજમેન્ટના અમલની માગ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસીઓનેે થતાં અન્યાય સામે લડત ઉપાડવા આહવાન

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ની ઉજવણી દરમિયાન પેસા એકટ અને સમતા જજમેન્ટ ના અમલ ની માંગ સાથે દેશના મૂળ માલિક આદિવાસી સમાજને થતા અન્યાયના વિરોધમાં સમાજને સંપ થઇ લડત ઉપાડવા આગેવાનોએ આહવાન કર્યું હતું.

માંગરોળ ઉમરપાડા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વાંકલ સરકારી વિનિયન કોલેજ સામે યુનો ઘોષિત 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ઉજવણી માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજના બંધારણીય હક્કોનું રક્ષણ અનુસૂચિ 5 અને પેસા એક્ટનો અમલ સમતા જજમેન્ટ અમલ સાથે આદિવાસીઓના હક અને અધિકારોની જતન કરવાના મુદ્દે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન સમાજના અગ્રણી આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. મહુવાના માજી ધારાસભ્ય ઇશ્વરભાઇ વહીયાએ સંબોધન કરતા જણાવ્યું કે આદિવાસી સમાજ એ તેના હક્ક અને અધિકાર પ્રાપ્ત કરવા બૌદ્ધિક વિકાસ કરવો પડશે.

આજના સમયે લોભ-લાલચમાં સમાજના મતદારો સમાજના સાચા પ્રતિનિધિઓને સ્વીકારતા નથી જેને પરિણામે સમાજના હક્ક અને અધિકારો છીનવાઈ રહ્યા છે. વાંકલના આગેવાન ઠાકોરલાલ ચૌધરીએ ચૌધરી સમાજને ઓબીસીમાં સમાવવા સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરી ચૌધરી સમાજને અન્યાય થાય તેવી દહેશત વ્યક્તિ કરી હતી. અને સરકાર આ મુદ્દે સ્પષ્ટતા કરે તેવી માંગ કરી હતી માંડવીના કમલેશ ચૌધરી એ ભરવાડ રબારી અને ચારણ જ્ઞાતિને આદિજાતિ તરીકેના ખોટા સર્ટિફિકેટ આપવાનો આરોપ સરકાર પર લગાવ્યો હતો.

કાર્યક્રમનું આયોજન આદિવાસી સમાજના આગેવાનો કનુભાઈ ચૌધરી, ઠાકોરલાલ ચૌધરી, ભુપેન્દ્રભાઈ ચૌધરી, શામજીભાઇ ચૌધરી, રૂપસિંગ ગામીત, ઉમરપાડાના હરીશ વસાવા, નટવરસિંહ વસાવા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...