તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુપાલકોમાં ફફડાટ:માંગરોળના બોરસદમાં દીપડાએ 3 બકરી અને બચ્ચાંનું મારણ કર્યું

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરના સભ્યો જાગી જતા બચ્ચું લઈને દીપડો ભાગી ગયો

માંગરોળ તાલુકાના બોરસદ ગામે દીપડાએ પશુપાલકના ઘરમાંથી રાત્રિ દરમિયાન ચાર બકરીનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બોરસદ ગામના અલ્તાફભાઈ ઐયુબભાઈ જમાદાર નામના પશુપાલકના કોઢારાની દીવાલમાં બાકોરું પાડી ચાર જેટલી બકરીનું મારણ દીપડાએ કર્યું હતું. આ સમયે ઘરના સભ્યો જાગી જતા દીપડો એક બચ્ચું લઈને ભાગી ગયો હતો. આ ઘટનાથી પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. વનવિભાગને આ ઘટનાની જાણ કરાતા વનવિભાગે ત્રણ બકરી એક નાનું બચ્ચું મારણ કરેલ મૃત હાલતમાં કબજે લઇ જરૂરી પી એમ કરાવ્યું હતું તેમજ જંગલી જાનવર દ્વારા કરવામાં આવેલા નુકસાનનું પશુપાલકને વળતર મળે તેવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ એક બકરીનું બચ્ચું દીપડો લઈ ગયો છે, તેનું વળતર મળવું જોઇએ તેવી ખેડૂતે માંગ કરી છે. હાલ વનવિભાગ દ્વારા પીએમ રિપોર્ટના આધારે ચાર બકરીનું મારણ થયું હોવાથી વળતરની જોગવાઈ કરી છે. વનવિભાગ વહેલી તકે પાંજરૂ ગોઠવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો