તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કેવડી કુંડમાં પુત્રીના જન્મ દિને વ્યસનમુક્તિ સભા યોજી

વાંકલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેવડી કુંડ ગામે પુત્રીનો પ્રથમ જન્મદિવસ ઉજવાઈ રહ્યાની તસ્વીર - Divya Bhaskar
કેવડી કુંડ ગામે પુત્રીનો પ્રથમ જન્મદિવસ ઉજવાઈ રહ્યાની તસ્વીર
 • ભજન કીર્તન ડાયરા સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ

માંગરોળ તાલુકાના કેવડી કુંડ ગામે આદિવાસી પરિવારે કેક કાપવાની પશ્ચિમી સંસ્કૃતિની વિરુદ્ધ પુત્રીનો પ્રથમ જન્મદિવસ ભજન કીર્તન અને ડાયરા સાથે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજી અનોખી રીતે ઉજવણી કરી સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે.મોટાભાગે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ માંગરોળના આદિવાસી વસતી ધરાવતા કેવડી કુંડ ગામે રહેતા જ્યોતિષભાઈ જશવંતભાઈ વસાવાએ તેમની પુત્રી રૂઝલનો પ્રથમ જન્મદિવસ સમાજને શીખ મળે એ હેતુથી અનોખી રીતે ઉજવ્યો હતો.

કેવડી કુંડ ગામના ભાથીજી મંદિરે જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. ભજન કલાકાર સંજયભાઈ વસાવા અને તેમની ટીમે ભજનોની રમઝટ બોલાવી હતી તેમજ ભાથીજી મહારાજ મંદિર પ્રાંગણમાં યુવાનોએ તલવારની કરતબો બતાવી હતી. વ્યસન મુક્તિની ખાસ સભા યોજાઈ હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ધર્મેશભાઈ વસાવાએ આ પ્રસંગે લોકોને જણાવ્યું કે મોટાભાગે જન્મદિવસની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિને અનુસરી કેક કાપીને મોજ મસ્તી કરીને કરવામાં આવે છે જે આપણી ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે આજે આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ ધર્મના માર્ગ ઉપર ચાલી જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં આપણા ગામે થઈ રહી છે. વ્યસનનું દુષણ હવે દૂર કરવાનો સમય આવી ગયો છે જન્મદિવસની ઉજવણીના આવા કાર્યક્રમોથી સમાજને નવો સંદેશ મળવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો