તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમનો ભંગ:વડ ગામે સરકસ અને જાદુનો ખેલ બતાવી ટોળું ભેગું કરનારા 3 વિરુદ્ધ ગુનો

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ

માંગરોળ તાલુકાનાં વડ ગામે બસ સ્ટેશન સામેની ખુલ્લી જગ્યામાં સરકારી તંત્રની પરવાનગી વિના સરઘસ અને જાદુનો ખેલ બતાવી લોકોનું ટોળું ભેગું કરી માસ્ક અને સામજિક અંતરના નિયમનો ભંગ કરનારા ત્રણ જાદુગર વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.

નાસિક નજીકના દિંદોરીના વતની ગફુર ગુલામ સૈયદ, જાવિદ ગફુર સૈયદ અને ઉસ્માન ગફુર સૈયદ સહિત પિતા પુત્રો ગુજરાતના ગામડે ગામડે ફરી સરકસ અને જાદુનો ખેલ બતાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાંક દિવસોથી તેઓ માંગરોળ તાલુકાના ઊંડાણના ગામોમાં રાત્રિ દરમિયાન જાદુના ખેલો બતાવી લોકોને મનોરંજન કરાવી રોજી રોટી કમાતા હતા. ગતરાત્રીના રોજ આ ત્રણેય ઈસમો કોઈપણ પરવાનગી લીધા વગર વડ ગામે બસસ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામાં લોકોનું ટોળું ભેગું કરી સરઘસ અને જાદુનો ખેલ બતાવી રહ્યા હતા, જેમાં સામાજિક અંતર જળવાતું ન હતું ઉપરાંત સરકસ દરમિયાન ખેલ બતાવતી વખતે જાદુગરોએ માસ્ક પહેર્યું ન હતું જેથી સરકાર દ્વારા જાહેર કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો ત્યારે માંગરોળ પોલીસ વડ ગામે પહોંચી ત્રણેયની અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...