તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ઉમરપાડામાં પરિણામો બાદ કોંગ્રેસ કાર્યકરોની ચિંતન બેઠક

વાંકલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીવીપેટનો ઉપયોગ થયો નથી જે બાબતે શંકા

ઉમરપાડા તાલુકાની હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા / જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ ચિંતન બેઠકમાં ગત તાલુકા/જિલ્લા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો દેખાવ સંતોષકારક ન હોવાથી પક્ષમાં જે કાર્યકરો નારાજ થયા છે. તેઓને સંભાળી આવનારા દિવસોમાં પક્ષને મજબૂત કરવા અંગે સલાહ સૂચન કરાયા હતા. ઉમરપાડામાં કોંગ્રેસ માટે ચૂંટણીના પરિણામો યોગ્ય ના હોવા છતાં કાર્યકરોએ મક્કમતા પૂર્વક લડત આપી હતી.

સાથે સાથે વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી વીવીપેટથી લડાઈ હતી પરંતુ તાલુકા/જિલ્લા પંચાયતમાં વિવિપેટ ના મુકવામાં આવતા પરિણામો સામે શંકા વ્યક્ત કરી તથા આવનાર ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માંગણી કરી હતી અને EVM હટાવવા માંગણી કરી છે. કોંગ્રેસ પક્ષ EVMનો વિરોધ કરે છે. કોંગ્રેસ પક્ષ મોંઘવારી બાબત હવે પછી આંદોલનો કરશે. આ પ્રસંગે રામસિંહભાઈ વસાવા, નટવરભાઈ વસાવા, અજીતભાઈ, હિતેશભાઈ પટેલ, જયંતિભાઈ વગેરે કાર્યકરોએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...