તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરપાડા તાલુકાના ચારણી ગામે કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઇ વસાવા ના નેજા હેઠળ ખેડૂત સંવાદ યોજાતા ખેડૂતોએ પોતાની મુશ્કેલી જણાવી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ચાલો ખેતરે કાર્યક્રમ હેઠળ ઉમરપાડા કોંગ્રેસના આગેવાનોએ કેવડી વિસ્તારના ગામડાઓમા ખેડૂત ભાઈઓને મળી તેમના ખેતર અને તેમની હાલત વિશે વાતચીત કરી ખેડૂતે પોતાની આપત્તિ જણાવતા આગેવાનો ચોંકી ઊઠયા હતા તેમણે જણાવ્યું કે ખેતી આજે ખર્ચાળ બની ગઈ છે. બિયારણ મોંઘું છે કામના બદલામાં જેટલું વળતર મળવું જોઈએ તે તેટલું મળતું નથી,
દેશનો તાત ખેડૂત પર મોટી આફત આવી પડી છે વીજળી સમયસર મળતી નથી પિયત માટે ની કોઈ સુવિધા નથી આકાશી વરસાદ પર આધાર રાખવો પડે છે કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધ કાયદાથી ખેડૂત બરબાદ થવાનો છે પોષણ ક્ષમ ભાવ મળવાના નથી ટેકાના ભાવ મળવાના નથી મલ્ટીનેશનલ કંપની ને લાભ થવાનો છે અમારી ખેડૂતોને માગણી છે કે આ ત્રણ કાયદા પરત ખેંચાઈ એવી વિનંતી છે. આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હરીશ વસાવા, નટુ વસાવા, શંકર વસાવા, અશોક વસાવા, ભુપેન્દ્ર વસાવા, હિતેશ પટેલ વગેરે હાજર રહી ખેડૂતો સાથે સંવાદ કરી એમની મુશ્કેલીઓ જાણી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.