તંત્ર ઠપ:ઉમરપાડા મામલતદાર કચેરી બંધ રહેતાં પ્રજાને પડી રહેલી મુશ્કેલી, આદિવાસી હિતરક્ષક સમિતીની મુખ્યમંત્રીને ફરિયાદ

વાંકલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા દિવસોથી ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી બંધ રહેતા અને તાલુકા વિકાસ અધિકારીની સતત ગેરહાજરી વચ્ચે ઉમરપાડા તાલુકાનું તંત્ર ઠપ થયું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિ દ્વારા મામલતદાર કચેરી ફરી શરૂ કરવામાં આવે અને તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય કર્મચારીઓની નિમણૂક કરે તેવી માંગ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

નિવૃત્ત કલેકટર અને આદિવાસી હિતરક્ષક સમિતિના પ્રમુખ જગતસિંહ વસાવાએ જણાવ્યું કે મહામારીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી પ્રશંસાને પાત્ર છે, પરંતુ સુરત જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં ટીડીઓ, તલાટીની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ ભરવાની મંજૂરી મળી છતાં ભરતી કરી નથી. બારડોલી, ઓલપાડ, ઉમરપાડા સહિત ત્રણ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરેલ નથી.  લોકડાઉનમાં જિલ્લાની બધી જ કચેરીઓ કાર્યરત છે. પરંતુ ઉમરપાડાની મામલતદાર કચેરી ઘણા સમયથી બંધ છે. જેના કારણે લોકોની પેન્શનની અરજી સ્વીકારાતી નથી સરકારની યોજનાનો લાભ લોકોને મળતો નથી. નરેગા હેઠળ ઉમરપાડાના ગામોમાં રોજગારીના કામો શરૂ કર્યા નથી અને અધિકારીઓની ગેરહાજરીને કારણે રોજગારીના કામો ખોરંભે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...