તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ વિકાસ:કેવડી માર્કેટયાર્ડમાં 3.6 કરોડના ખર્ચે બનનારા સુરત જિલ્લાના પ્રથમ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ખાતમુહૂર્ત

વાંકલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક ખેડૂતલક્ષી યોજનાથી ઉમરપાડા તાલુકા નંદનવન બનશે : ગણપત વસાવા

ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, એગ્રો પ્રોસેસિંગ યુનિટ થકી ખેતપેદાશોનુ ગ્રેડીંગ, પ્રોસેસિંગ અને વેલ્યુએડીશન થવાથી ખેડૂત પરિવારોની આવકમાં વધારો થશે.

આ યુનિટમાં સોયા પ્રોસેસિંગ યુનિટ, રાઈસ મીલ, આટા મેકીંગ પ્લાન્ટ દાલમીલ થકી એગ્રો પ્રોડક્ટનુ વેલ્યુએડીશન કરવામાં આવશે. જેમાં સોયાબીનમાંથી સોયાસોસ અને સોયાપનીર, ડાંગરમાંથી ચોખા તથા તુવેરમાંથી તુવેર દાળનુ પ્રોસેસિંગ તેમજ ધઉ,મગ,અડદ જેવા તમામ પ્રકારના અનાજ કઠોળનું ગ્રેડીંગ કરવામાં આવશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને તેમના ખેતીપાકનુ વધુ વળતર મળશે તેમજ લોકો સુધી ગુણવત્તા યુકત પ્રોડક્ટ પહોંચશે. જેનાથી ઉમરપાડા, માંગરોળ, માંડવી, સેલંબા, વાલિયા, નેત્રંગ અને ડેડીયાપાડામાં વસતા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે.

આ યુનિટ થકી સ્થાનિક 50 લોકોને સીધી રોજગારી મળતી થશે. ઉમરપાડા તાલુકાને સિંચાઈની સગવડ મળી રહે તે માટે 750 કરોડના ખર્ચની યોજનાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જેથી આગામી સમયમાં ઉમરપાડા તાલુકો નંદનવન બનશે. ઉમરપાડા APMCના ચેરમેન શામસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, એગ્રો પ્રોસેસિંગ યુનિટને લીધે આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...