તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાના આગેવાનોએ દેખાવો અને વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી નાખનાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. આ મુદ્દે ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણી સોહેલ જર્મને જણાવ્યું કે, નશો કરેલી હાલતમાં ત્રણ વાહનચાલકોને અડફેટે લઇ એક આદિવાસી યુવતીનું મોત નિપજાવવા છતાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા વિરુદ્ધ 304 અ દાખલ કરી સુરત ઉમરા પોલીસે તપાસની ઢીલી નીતિ અપનાવી આરોપીને જામીન મુક્ત કરી દીધો છે. જેથી અમારો પોલીસ પ્રશાસન સામે પણ આ સવાલ છે ખરેખર તેના વિરુદ્ધ માનવ વધની કલમ હેઠળ કાર્યવાહી કરી તેની ફરીથી ધરપકડ કરવામાં આવે.
સોહેલ જર્મને વધુમાં જણાવ્યું હતું કે કે જો આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો જિલ્લામાં અતુલ બેકરીની દુકાનોને ભીલીસ્તાન ટાઇગર સેના તાળાં મારશે. એટલું જ નહીં આગામી સમયમાં સુરત કમિશનર કચેરીનો ઘેરાવ તેમજ આંદોલન જેવા કાર્યક્રમો ભીલીસ્થાન ટાઈગર સેના આપશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી પ્રશાસનની રહેશે.
માંગરોળમાં સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા
તાજેતરમાં વેસુ ખાતે ઉર્વશી ચૌધરીને અતુલ બેકરીના માલિકે દારૂના નશામાં કચડી મારી હતી, જેથી આરોપીને સજા મળે એ માટે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ ઉદેશીંગભાઈ વસાવા સોહેલ જર્મન સહિતના સંખ્યાબંધ આગેવાનોએ તાલુકા મથક માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.