હુમલો:બલાલકુવામાં જમીન ઝઘડામાં ખેડૂત દંપતી પર કરાયો હુમલો

વાંકલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારી કરનારા 9 વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામે જમીનના ઝઘડાની જુની અદાવત ની રીષ રાખી ખેડૂત પતિ પત્ની પર હુમલો કરી માર મારનારા 9 ઇસમો વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બલાલકુવાના રામસિંગભાઈ જેઠીયાભાઈ વસાવા અને માનસિંગભાઈ ગોમાભાઇ વસાવા વચ્ચે જમીનના વિવાદને લઇ ઘણા સમયથી મન દુખ હતું. ગતરોજ રામસિંગભાઈ પત્ની મંજુલાબેન સાથે ખેતરે ગયા હતા ત્યારે માનસિંગે ખેતરે જઈ રામસિંગભાઈ સાથે ઝઘડો કર્યો હતો

આ સમયે માનસિંગભાઈ ના ઘર પરિવાર ના સભ્યો ઉત્તમભાઈ વસાવા વજેસિંગ વસાવા વસંત વસાવા સંદીપ વસાવા મિત્તલ વસાવા કાંતિબેન વજેસીંગભાઇ, સુનંદાબેન વજેસિંગ, વસંતાબેન વસંતભાઈ, વગેરે ખેતરે પહોંચી ગયા હતા અને ઝઘડો કર્યો હતો. આ સમયે માનસિંગ ગોમા વસાવા એ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે રામસિંગભાઈ પર હુમલો કરી માથું ફોડી નાખ્યું હતું તેમજ અન્ય મહિલાઓએ પત્ની મંજુલાબેન ને માર માર્યો હતો 108ની મદદથી ઇજા પામેલા રામસિંગભાઈ ને બારડોલી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ઉપરોક્ત હુમલા સંદર્ભમાં રામસિંગ જેઠીયા વસાવાએ કુલ ૯ ઇસમો વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...