તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ચાલુ ફરજે મૃત્યુ પામનાર ઉમરપાડાના હેડ કોન્સ્ટેબલના પરિવારને સહાય

વાંકલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં દિપસિંહ નવલસિંહ બારીયા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા 2017 વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ ચૂંટણી ફરજ પર હતા ત્યારે અચાનક તેમનું મૃત્યુ થયું હતું. જેથી તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. પત્ની સંતોકબેન દ્વારા આર્થિક સહાય માટે ચૂંટણી પંચમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્રણ વર્ષથી આ ફાઇલ અટવાયેલી હતી ત્યારે તાજેતરમાં સુરત જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળનાર મહિલા અધિકારી ઉષા રાડા ને આ બાબત ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક ઉમરપાડા પોલીસ સ્ટેશનના પી એસ આઇ કે.ડી.ભરવાડ ને બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી ત્રણ ચાર દિવસોમાં ફાઈલ ક્લિયર કરાવી મૃત્યુ પામનાર હેડ કોન્સ્ટેબલ ની પત્ની સંતોકબેન ને રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરાવી માનવ કલ્યાણની ઉમદા કામગીરી કરી છે. આ કામગીરીને પોલીસ કર્મચારી વર્તુળમાં મા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...