તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:માંગરોળમાં સિનિયર ડિવિઝન કોર્ટને મંજૂરી હવે લોકોને માંડવી સુધી લાંબા નહીં થવું પડે

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 સપ્ટેમ્બરે માંગરોળમાં સિનિયર ડિવિઝન કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે

માંગરોળ તાલુકા મથક ખાતે સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ કરવાની મંજૂરી મળતાં માંગરોળ તાલુકા બાર એસોસિયેશનના વકીલોએ આ નિર્ણયને ફટાકડા ફોડી વધાવી લીધો હતો.સુરત ડિસ્ટ્રીક્ટ જજ માંગરોળ ખાતે સિવિલ કોર્ટની મુલાકાતે આવ્યા હતા. તેમણે ઉપરોક્ત સિનિયર ડિવિઝન કોર્ટની મંજૂરી મળ્યાની જાહેરાત કરી હતી. માંગરોળ તાલુકા બાર એસોસિયેશનના પ્રમુખ અશ્વિનસિંહ ઠાકોર, ઉપપ્રમુખ કિરીટસિંહ, એડવોકેટ અમિતભાઈ શાહ એડવોકેટ સોહેલ નૂર, એડવોકેટ બાબુભાઈ ચૌધરી તેમજ મહિલા એડવોકેટ સહિત સર્વ સભ્યોએ આ નિર્ણયને વધાવી લીધો હતો.

વર્ષોથી બાર એસોસિયેશન સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ કરવાની માગણી કરી રહ્યું હતું, જે માગણી હાલ સંતોષાતા સભ્યોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સિનિયર ડિવિઝન કોર્ટ માંડવી ખાતે ચાલી રહી છે, જેમાં મહત્તમ કેસ માંગરોળ તાલુકાના છે. તાલુકાના કોસંબા વિસ્તારના લોકોને માંડવી સુધી કોર્ટના કામ માટે જવું પડતું હતું તેમજ ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોએ માંડવી સુધી કોર્ટના કામ માટે દોડવું પડતું હતું. આ સમસ્યાનો હવે અંત આવી ગયો છે. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા 18 /9/ 2021 ના રોજ માંગરોળ ખાતે સીનીયર ડીવીઝન કોર્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજવાની જાહેરાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...