વરણી:ચૂંટણી લંબાતાં માંગરોળની 11 ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂંક

વાંકલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાનો રાજ્ય ચૂંટણી પંચનો નિર્ણય
  • ઉમરપાડાની ચાર પંચાયતમાં પણ વહીવટદારોનીની નિમણૂંક કરવામાં આવી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણયને પગલે મુદત પૂર્ણ થયેલ માંગરોળ તાલુકાની 11 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂૂક કરાઈ છે ચાલુ સાલે રાજ્યમાં કુલ 2500 જેટલી ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે જેમાં માંગરોળ તાલુકાની 11 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

મુદત પુરી થતા ચૂંટાયેલા સરપંચ પાસેથી ગ્રામ પંચાયતનો ચાર્જ લઇ લેવામાં આવ્યો છે અને આ ગ્રામ પંચાયતોમાં તલાટીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ધોળીકુઇ ગ્રામ પંચાયત અને નાની ફળી ગ્રામ પંચાયતનો ચાર્જ પ્રિતેશભાઇ ચૌધરી, કંટવાવ ગામ પંચાયતમાં સુમિત્રાબેન વસાવા, પાતલદેવી ગ્રામ પંચાયતમાં અલકાબેન નાયકા, મોલવણ ગ્રામ પંચાયતમાં અલ્પેશભાઈ રાઠોડ, છમુછલ ગ્રામ પંચાયતમાં અભય ગામી, ઓગણીસા ગ્રામ પંચાયતમાં તુલસીભાઈ ચૌધરી, રટોટી ગ્રામ પંચાયતમાં કાજલબેન ગામીત, આમખુટા ગામ પંચાયતમાં જીગ્નેશભાઈ વસાવા, વડોલી ગ્રામ પંચાયતમાં સતિષભાઈ ગામીત, સીમોદરા ગ્રામ પંચાયતમાં અવિનાશ સીરપાઠને ગ્રામ પંચાયતનો ચાર્જ સુપરત કરાયો છે. જ્યારે ઉંમરપાડાની આમલી દાબળા અને બલાલકુવા ગ્રામ પંચાયતનો ચાર્જ રાકેશભાઈ વસાવા તેમજ ચંદ્રપાડા અને શારદા ગ્રામ પંચાયતનો ચાર્જ યજુવેન્દ્ર વસાવાને આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...