તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:જો મિત્રએ મેસેજ વહેલો વાંચ્યો હોત તો કદાચ એલિસનનો જીવ બચી શક્યો હોત

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આપઘાત પૂર્વે હવે મારાથી નહી જીવાય તેવો મેસેજ કર્યો હતો, પણ મિત્ર પરીક્ષા આપતો હોવાથી વાંચી ન શક્યો
 • ગઈકાલે પરીક્ષા પૂર્ણ થયા બાદ મિત્રએ મેસેજ વાંચ્યો પણ ત્યા સુધી મોડું થઇ ગયું હતું

માંગરોળ તાલુકાના વાંકલ ગામની સરકારી વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરતો અને સરકારી કુમાર છાત્રાલય રહેતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા તેના મિત્રને મેસેજ કરી મારાથી હવે જીવી શકાય તેવું નથી તેવું જણાવ્યું હતું પરંતુ પરીક્ષા ચાલુ હોવાથી મિત્ર આ મેસેજને વાંચી શક્યો ન હતો.

વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં એસવાય બીએસસીમાં અભ્યાસ કરતો ઉમરપાડા નો એલિસન વનરાજભાઈ વસાવા એ તારીખ 23 મીના રોજ આત્મહત્યા કરતા પહેલા પોતાના મિત્ર ને મોબાઈલ પર મેસેજ કર્યો હતો જેમાં હવે મારાથી જીવન જીવી શકાય એવું નથી હું આત્મહત્યા કરું છું. પરંતુ મિત્ર વિદ્યાર્થી પોતે પરીક્ષા આપી રહ્યો હોવાથી આ મેસેજ વાંચી શક્યો ન હતો અને પરીક્ષા પૂર્ણ થયા પછી મેસેજ વાંચ્યો હતો ત્યાર પછી અન્ય વિદ્યાર્થીઓ ને મેસેજ અંગે જાણ કરી હતી જેથી વિદ્યાર્થીઓ સીધા સરકારી કુમાર છાત્રાલય ખાતે પહોંચ્યા હતા ત્યારે એલિસન મૃતદેહ જોવા મળ્યો હતો મૃત્યુ પામનાર એલિસન અગાઉ અમદાવાદ ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે હાથની નસ કાપી નાખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને મળતી માહિતી મુજબ આ યુવક ને કોઈક યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતો હતોઅને પ્રેમમાં નિરાશા મળતાં આ પગલું ભર્યુ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

એફએસએલની ટીમ દ્વારા આજે સ્થળ તપાસ કરવામાં આવી હતી તેમ જ જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ ઘટનાના સંદર્ભમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઇને પૂછતાં તેમણે યુવકનો મોબાઈલ લોક હોવાથી હાલ માહિતી મળી નથી એમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો