તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વડોલીમાં એગ્રી. લાઇનના 23 ગાળા વીજવાયરની ચોરીના બે મહિને ફરિયાદ

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1,38,830ના એલ્યુમિનિયમ વાયરની ચોરી

માંગરોળ તાલુકાના વડોલી ગામે ખેડૂતના ખેતરમાંથી એગ્રીકલ્ચર વીજ લાઇનના 23 ગાળા વીજ વાયરની ચોરી થયાની ઘટનાના બે માસ વિતવા બાદ આખરે વિજ કચેરી અને પોલીસ તંત્ર એ હરકતમાં આવી ચોરી અંગે ફરિયાદ નોંધી છે. છેલ્લા દોઢ-બે વર્ષથી માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં એગ્રીકલ્ચર વીજલાઇનના વાયરોની ચોરીનો સિલસિલો યથાવત્ છે. અગાઉ પણ આ સંદર્ભમાં અનેક ફરિયાદો ઉઠી છે છતાં વીજ કંપની અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેને કારણે ચોર ઇસમોને મોકળું મેદાન મળી ગયું છે.

અગાઉના વર્ષે થયેલી વીજ વાયરોની ચોરી અંગે વીજ કંપની અને પોલીસ તંત્ર એક બીજાને ખો આપી કાયદેસર રીતે ગુનાની ફરિયાદ નોંધી નથી. ત્યારબાદ ચાલુ વર્ષે વડોલી ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા મહંમદ આદમ રંદેરા નામના ખેડૂતના ખેતરમાંથી 27 એપ્રિ 2021ના રોજ 23 ગાળા જેટલા એલ્યુમિનિયમ વીજ વાયરોની ચોરી અજાણ્યા ચોર ઇસમો કરી ગયા હતા. આ સંદર્ભમાં ખેડૂત દ્વારા વીજ કંપનીને લેખિત જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાના બે માસ વિતવા પછી આખરે ચોર ઈસમો વિરુદ્ધ વીજ કંપની અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. માંગરોળ વીજ કચેરીના નાયબ ઇજનેર નયનકુમાર હીરાલાલ ચૌધરીએ અંદાજિત 3450 મીટર એલ્યુમિનિયમ વીજવાયરો જેની કિંમત રૂ.1,38,880 ની ચોરી થયા અંગે કાયદેસરની ફરિયાદ માંગરોળ પોલીસ મથકમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...