તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:વાંકલમાં હિન્દુ શખ્શના અવસાન બાદ મુસ્લિમ મિત્રએ હિન્દુ ધર્મના રીતિ-રીવાજ મુજબ બારમાંની વિધિ કરી

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને લાડુનું ભોજન જમાડયુ, ઘટના સમાજ માટે ઉમદા ઉદાહરણરૂપ બની

માંગરોળ તાલુકાના વાંકલ ગામે તાજેતરમાં હિન્દુ મિત્રનું અવસાન થતા મુસ્લિમ મિત્રએ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારબાદ મુસ્લિમ મિત્રએ હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ મિત્રના મરણની બારમા-તેરમાની વિધિ બ્રાહ્મણના હસ્તે કરાવી લોકોને લાડુનું ભોજન જમાડી કોમી એકતા ભાઇચારા સાથે મિત્રતાનું  ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ભરાડીયા ગામના એક સમયના આર્થિક રીતે સમૃદ્ધ પટેલ પરિવારના પ્રફુલભાઈ પટેલ 300 વીઘા જમીનના ખાતેદાર હતા. માતા પિતા ભાઈ પત્ની પરિવાર બાળકો સાથે પહેલા સુખી-સંપન્ન હર્યોભર્યો ખુશ ખુશાલ પરિવાર ભરાડિયામાં વસવાટ કરતો હતો. પરંતુ ‘વિધિના લેખમાં કોઈ મેખ ના મારી શકે’ એ ઉક્તિ મુજબ પરિવારનો માળો વિખેરાવાની શરૂઆત થઈ હતી. માતા પિતા ભાઈનું અવસાન થયું પત્ની સાથે મનમેળ ન થતાં લગ્નજીવન બરબાદ થયું. કાળક્રમે ઘર જમીન ગુમાવવાનો વારો આવ્યો.

માત્ર એક પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેવાની નોબત આવી. પુત્રીને પરણાવી દીધા પછી પ્રફુલભાઈને ક્યાં રહેવું તે મોટો સવાલ હતો. આવા સમયે વાંકલ ગામના મુસ્લિમ મિત્ર શબ્બીરભાઈ શાહ મદદે આવ્યા પ્રફુલભાઈને સતત 18 વર્ષ સુધી ઘરમાં આશરો આપ્યો ઘરના સભ્ય તરીકે રાખ્યા. પ્રફુલભાઈનું અવસાન થયા પછી તેમના સંબંધીઓની રાહ જોયા વિના શબ્બીરભાઈ એ જવાબદારી ઉપાડી હિન્દુ વિધી પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા અને હવે તેમણે હિન્દુ ધર્મના રીતરિવાજ મુજબ બ્રાહ્મણો પાસે બારમા તેરમાની વિધિ કરાવી લોકોને લાડુનું ભોજન જમાડી મિત્રના આત્માને શાંતિ મળે તેવા પ્રયાસો કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...