તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:27 દિવસ બાદ કેવડીનું બજાર ફરી ધમધમ્યું

વાંકલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
27 દિવસ બંધ રહ્યા બાદ ધમધમતું થયેલુ કેવડી ગામનું બજાર - Divya Bhaskar
27 દિવસ બંધ રહ્યા બાદ ધમધમતું થયેલુ કેવડી ગામનું બજાર
 • કોરોનાના ત્રણ કેસ રિકવર થતાં તંત્ર દ્વારા બજાર ચાલુ કરવા લીલી ઝંડી

ઉમરપાડા તાલુકાના કેવડી ગામથી કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ મળી આવતા કેવડી ગામનું બજાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યં હતું. ત્રણે દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતાં જિલ્લા વિકાસ અધિકારીએ બજાર શરૂ કરવાની પરમીન આપતાં 27 દિવસ સંપૂર્ણ બંધ રહેલું કેવડી ગામનું બજાર આજે ફરી ધમધમતુ થયું છે. 

પાનબીડી મસાલા તેમજ ચાની લારીઓ અને માસ મટનની દુકાનો બંધ
કેવડી ગામની બાજુમાં જ આવેલા નર્મદા જિલ્લાના ભુતબેડા ગામેથી તારીખ 16મી એપ્રિલના રોજ કોરોનાવાયરસનો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. તકેદારીના પગલાં રૂપે કેવડી ગામનું બજાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 20ના રોજ કેવડી ગામમાંથી જ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવતા 27 દિવસ સુધી કેવડી ગામને બજાર સદંતર બંધ રહ્યું હતું. હાલમાં કેવડી ગામના કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બજાર શરૂ કરવાની મંજુરી આપવામાં આવતા કેવડી ગ્રામ પંચાયત દ્વારા ગામનું બજાર આજે શરૂ કરવામાં આવ્યું છે. આ બજાર સવારે 7થી 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જ્યારે પાનબીડી મસાલા તેમજ ચાની લારીઓ અને માસ મટનની દુકાનો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો