તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:25 ગામ માટે AC શબ પેટી, ગુસલખાનાની નિશુલ્ક સુવિધા

વાંકલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળના મોસાલીમાં વેલફેર ટ્રસ્ટ દાતાઓએ સહયોગ આપ્યો

માંગરોળ તાલુકાના મોસાલી ગામે મોસાલી કોસાડી વેલફેર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી 25 ગામના લોકો માટે વાતાનુકૂલિત શબ પેટી અને ગુસલખાનાની નિશુલ્ક સુવિધા ઉભી કરવામાં આવી છે. મોસાલી કોસાડી વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા (લાલભાઈ), કાસીમ જીભાઈ કોસાડી સહિતના ટ્રસ્ટીઓએ દાતાઓના સહયોગથી મૈયત માટે ગુસલખાનું અને અન્ય જરૂરી સામાન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટીની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવી છે.

આ વાતનુકૂલિન શબ પેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકાશે અને આ સાર્વજનિક છે, જેનો કોઈ ચાર્જ નથી ગુસલ ઘર બનાવવા માટે જમીન યુસુફભાઈ કોલી તરફથી આપવામાં આવેલ છે, જ્યારે બાંધકામ અને નિભાવ ખર્ચ ફારૂકભાઈ બાવા, બાવા ફેમિલી તરફથી આપવામાં આવેલ છે જે બદલ મોસાલી વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી મકસુદભાઈ માંજરા (લાલભાઈ) કાસીમજીભાઈએ દાતાઓનો આભાર માન્યો છે. શબપેટી પેટી તેમજ ગુસલ માટે જરૂરિયાતમંદ લોકોએ ટ્રસ્ટીઓ મકસુદભાઈ માંજરા મોબાઇલ, કાસીમ જીભાઈ મોબાઈલનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...