ડુંગરી ગામે બનેલી ઘટના:હીટરથી પાણી ગરમ કરતી વેળા કરંટ લાગતા તરૂણી મોતને ભેટી

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ તાલુકાના ડુંગરી ગામે બનેલી ઘટના

માંગરોળ તાલુકાના ડુંગરી ગામની 16 વર્ષીય કિશોરી હીટર વડે પાણી ગરમ કરી રહી હતી. તે દરમિયાન અચાનક ફોલ્ટ થવાને કારણે હીટર માંથી કરંટ લાગતા કરૂણ મોત નિપજ્યું છે.ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ માંગરોળ તાલુકાના ડુંગરી ગામ ના મોગલાણી ફળિયામાં રહેતી વૈભવીબેન વિજયભાઈ ગામીત, સવારે પાણીની ડોલમાં હીટર મૂકી પાણી ગરમ કરી રહી હતી. ત્યારે પાણી ગરમ થયું છે કે કેમ તેની તપાસ માટે પાણીની ડોલમાં હાથ નાખતા હીટરમાં ફોલ્ટ હોવાથી કિશોરીને કરંટ લાગ્યો હતો અને પટકાઈ જતા ઘર ના સભ્યો દોડી આવ્યા હતા.

તાત્કાલિક તડકેશ્વર ખાતેની હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ માંગરોળના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરીના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસ ને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આશાસ્પદ તરૂણીના અકાળે મોતને પગલે ગામમાં શોક ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...