તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વીજલાઇન રિપેર કરવા ચડેલો યુવક હાઇટેન્શન ટાવર પરથી પટકાતા મોત

વાંકલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાની નરોલી ગામે બનેલી ઘટના

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે જીઆઈપીસીએલ કંપની સામે આવેલા જેટકો કંપનીના 220 kv હાઈ ટેન્શન વીજ લાઈન ના ટાવર પર સમાર કામ કરતો વીજ કર્મચારી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થવાથી તેનું કરૂણ મોત નિપજયું હતું.

હાલ જગડીયા જીઇબી કોલોની ખાતે રહેતો આશિષ દિનુભાઈ તડવી (35) મૂળ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઉડવા ગામનો વતની હતો અને કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. જેટકો કંપની 220 કે વી હાઇટેન્શન વીજ લાઈનના ટાવર પર બપોરે 12:00 કલાકે આ કર્મચારી સમારકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટાવર પરથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલ સીફા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજાઓને કારણે કર્મચારીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ કંપનીના કર્મચારીઓએ પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ મરણ જનારની પત્ની ઉર્વશીબેન આશિષભાઈ તડવીએ માંગરોળ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો