તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાડુ આપવાનું જણાવી કાર લઇ ફરાર થયેલો યુવક ઝડપાયો

વાંકલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીના યુવક સાથે છેતરપિંડી કરી ઈસમ ભાડા કરાર કરી કાર લઇ ગયો

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વાંકલ તરફ આવતા રેલવે ફાટક પાસે સ્થાનિક પોલીસે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માં વિશ્વાસઘાત અને છેતરપિંડીના નોંધાયેલા ગુનાના આરોપીને મારુતિ ઇકો કાર સાથે ઝડપી પાડયો છે. માંગરોળ અને ઉમરપાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ કર્મચારીઓ યોગેશકુમાર બાલુભાઇ અને કલ્પેશભાઈ જેસીંગભાઇ રેલ્વે ફાટક પર ફરજ પર હતા ત્યારે વાંકલ તરફથી એક સફેદ કલરની ઇકો કાર આવતા તેને અટકાવી હતી ગાડીના કાગળો બાબતે ઈસમની પૂછપરછ કરતા ઇસ્મે ઉડાઉ જવાબ આપ્યા હતા

પોલીસે ઇ-ગુજ કોપના માધ્યમ થી તપાસ કરતા ઉપરોક્ત મારુતિ ઇકો કાર કમલેશભાઈ પ્રભુભાઈ વસાવા રહે વાડીગામ રટા ફળિયું તાલુકો ઉમરપાડા જીલ્લો સુરત ની માલિકીની હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસ દ્વારા ગાડીના માલિક ની ઉપરોકત સ્થળે બોલાવવામાં આવી તપાસ કરતા ગાડીના માલિકે આર સી બુક સહિત અસલ કાગળો રજૂ કર્યા હતા અને અસલ માલિક કમલેશભાઈ જણાવ્યું કે વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ રાઉલજી રહે ભરૂચ નવી વસાહત સિવિલ હોસ્પિટલ સામે દ્વારા રૂપિયા 20 હજારના ભાડે થી કંપની માં કાર મુકવા મારી પાસે થી આ કાર ભાડા કરાર કરીને લેવામાં આવી હતી

ત્યારબાદ મેં આ ઈસમ પાસે મહિનો પૂરો થતાં ભાડાની માગણી કરી હતી પરંતુ આ ઈસમ યોગ્ય જવાબ ન આપતો હતો અને ત્યારબાદ તેને ફોન બંધ કરી દીધો હતો જેથી ઉપરોક્ત સરનામે તપાસ કરતાં જાણવા મળ્યું કે વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ રાઉલજી નામનો ઇસમ અનેક લોકો ને વિશ્વાસમાં લઇ ગાડીઓ ભાડે લઈ ગીરો મૂકી દીધી છે અને છેતરપીંડી કરી ચૂક્યો છે જે થી અમે કુલ 18 જેટલા લોકોએ તેના વિરુદ્ધ ભરૂચએ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી

કમલેશભાઈ વસાવાની માલિકીની કાર સાથે પકડાયેલો ઈસમ નું નામ પ્રમોદભાઈ ઉર્ફે પ્રભુ ચંદ્રકાંત આબક હાલ રહે સેલ્ટર ગેસ્ટ હાઉસ ઝંખવાવ મૂળ સહ્યાદ્રી ચોક હેમતનગર મહારાષ્ટ્ર નો વતની છે રહે સોનગઢ શક્તિનગર સામે તાલુકો સોનગઢ જિલ્લો તાપી તેનું રહેઠાણ છે આરોપીની ઉપરોક્ત ગુનેગારો સાથે સંડોવણી જણાઈ રહી છે સ્થાનિક માંગરોળ પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવતા આરોપીઓના અન્ય ગુનાઓનો પર્દાફાશ થશે.

અન્ય સમાચારો પણ છે...