માંગરોળ તાલુકાના ઝરણી ગામની સીમમા ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મૂળ ઉમરપાડા તાલુકાના હલધરી બિલવણ ગામની કુંતાબેન મોતીરામ વસાવા ઉંમર વર્ષ 45 ઈટના ભઠ્ઠા પર ઝરણી ગામે મજૂરી કરતી હતી.
મહિલાએ રાત્રિ દરમિયાન ઝરણી ગામની સીમમાં વાંકલ સરકારી કોલેજ પાછળ લીમડાના ઝાડની ડાળ સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.