વૃક્ષારોપણ:ઝરપણના ગામે યુવકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉંમરપાડા તાલુકાના ઝરપણ ગામે યુવા સંગઠન દ્વારા પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી 500 જેટલા વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું હતું. વનવિભાગ નસારપુર નર્સરી દ્વારા ઝરપણ ગામના યુવા સંગઠનના કાર્યકરો મહેશભાઈ વસાવા વિપુલભાઈ વસાવા કલ્પેશભાઈ વસાવા રમણભાઈ વસાવા સુનિલભાઇ સહિતના યુવા કાર્યકરોને વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા આ યુવાનો એ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ સાથે ઝરપણ ગામના તળાવની પાળે વિવિધ રોપાઓનું વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યમાં ગ્રામજનો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...