કાર્યવાહી:વેલાવી પાસે કતલખાને લઇ જવાતા ગાય, વાછરડા ભરેલો ટેમ્પો પકડાયો

વાંકલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉમરપાડમાં ટેમ્પોમાં લઇ જવાઇ રહેલા પશુઓ પકડાયા હતા. - Divya Bhaskar
ઉમરપાડમાં ટેમ્પોમાં લઇ જવાઇ રહેલા પશુઓ પકડાયા હતા.
  • સાગબારા તાલુકાના પાટલા મોવ ગામના બે ઈસમોને એસઓજીએ પકડ્યા

ઉંમરપાડાનાં વેલાવી ગામ પાસેથી કતલખાને લઈ જવાતા ગાય વાછરડા ભરેલો ટેમ્પો એસ.ઓ.જી અને ઉમરપાડા પોલીસે બે આરોપી ઝડપી પાડયા હતા.બાતમીના આધારે સુરત એસ.ઓ.જીના પોલિસ સબ ઇન્સ્પેક્ટર જે કે ધડુકના સૂચન મુજબ એસઓજીના રણછોડભાઈ, આસિફ પઠાણ અને ઉંમરપાડા પોલીસ સ્ટેશન , નિતેશભાઈ, સંજયભાઈની ટીમે સંયુક્ત રીતે વેલાવી ગામની સીમમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન સાદડાપાણી ગામ તરફથી આવતા ટેમ્પો(જીજે-05-યુયુ-3102ને અટકાવી અંદર તપાસ કરતા ત્રણ ગાય અને એક વાછરડાંને ક્રુરતાપૂર્વક ખીચોખીચ બાંધીને ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા વગર લઈ જવામાં આવી રહ્યા હતાં.કુલ રૂપિયા 33000 નો મુદ્દા માલ જપ્ત કરેલ છે.

ટેમ્પોચાલક અને સાથે બેસેલા વ્યક્તિઓને અને અર્જુનભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે પશુ ભરવા પાસની માંગણી કરતા નહિ હોવાનું જણાવતા કતલ કરવાના ઇરાદાથી લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...