તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વેલાવીના ખેતરમાં વાવણી કરતા માતા-પુત્રને અટકાવી માર મરાયો

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનાર દંપતી સામે પોલીસમાં ફરિયાદ

ઉમરપાડા તાલુકાના વેલાવી ગામે ખેતરમાં વાવણી કરી રહેલા ખેડૂત ને અટકાવી જમીન ઉપર કબજો કરવાના ઈરાદે હુમલો કરી ખેડૂતને માર મારનાર પતિ પત્ની વિરુદ્ધ ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વેલાવી ગામે સર્વે નંબર 101 અને ખાતા નંબર 112 વાળી ખેતીની જમીન કસ્તુરબા સેવા આશ્રમ મરોલી ટ્રસ્ટ સંચાલિત કેવડી આશ્રમ શાળા દ્વારા આશ્રમ શાળાના પૂર્વ કર્મચારી ગુરુજીભાઈ કોયાભાઈ ચૌધરીને નિવૃત્તિ બાદ પેન્શન મળતું નહીં હોવાથી જીવનનિર્વાહ માટે આપવામાં આવી હતી.

આ જમીન ઉપર છેલ્લા 45 વર્ષથી તેમના પુત્ર મંગળભાઈ અને તેમના વારસદારો ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે દિવ્યેશભાઈ મંગળભાઈ ચૌધરી માતા અરુણાબેન સાથે ખેતર વાવણી કરવા ગયા હતા . ત્યારે વેલાવી ગામના પુંનજીભાઈ વસાવા અને પત્ની ગંગાબેન પુંનજીભાઈ વસાવા ખેતરે દોડી આવ્યા હતા અને દિવ્યેશભાઈને પુનજીભાઇ વસાવા જણાવ્યું કે આ જમીન અમારી છે. તમે શા માટે ખેડો છો ? એવું કહી લાકડી વડે હુમલો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે દિવ્યેશભાઈના પિતા મંગળભાઈ અને નાનોભાઈ નિમિતભાઇ કાર લઈને આવી પહોંચતા દિવ્યેશને બચાવ્યો હતો. દિવ્યેશને ઇજાઓ થતા સારવાર માટે માંડવી ખાતે લઇ ગયા હતા. ઉપરોક્ત ગુના સંદર્ભમાં પુનજીભાઈ અને અને તેમની પત્ની ગંગાબેન વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...