તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાંકાનેરમાં તોતિંગ વૃક્ષ પડતાં મકાન અને રિક્ષાનો ખુરદો, વીજપોલ પણ ધરાશયી

વાંકલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના મંદિર ફળિયામાં સવારે જૂનું પુરાણું તોતિંગ વૃક્ષ અને વીજપોલ ધરાશય થતા મકાન અને આંગણામાં મૂકેલી રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. વાંકલ ગામ ના મંદિર ફળિયામાં રહેતા સુમનલાલ મહેતા ના ઘર પર વૃક્ષ પડતા ઘરને નુકસાન થયું હતું તેમજ આંગણામાં મૂકેલી રીક્ષા ઉપર વૃક્ષનુ થડ પડતા રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો જ્યારે આ ઘરની બાજુમા રહેતી વિધવા મહિલા ઉષાબેન અનિલભાઈ ગોસ્વામી ના ઘર ને પણ વૃક્ષની ડાળીઓ પડતા નુકસાન થયું હતું.

પરંતુ આ ઘટનામાં સદૃનસીબે જાનહાનિ ટળી હતી આ ઘટનાની જાણ વાંકલ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે તલાટી ક્રમ મંત્રી સાથે દોડી આવ્યા હતા અને નુકસાની અંગે નો રિપોર્ટ તૈયાર કરી તાલુકા કચેરીને પહોંચાડ્યો હતો.

આકસ્મિક બનેલી આ ઘટનાથી બંને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં રીક્ષા ને નુકસાન થતાં પરિવાર ની રોજીરોટી નું સાધન છીનવાઈ ગયું છે હાલના કોરોના મહામારી ના કપરા સમયમાં બંને પરિવારોના માથે મોટી આફત આવી છે ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા બંને પરિવારને તાત્કાલિક ધોરણે ચૂંટાયેલા પદાધિકારીઓ સરકારી સહાય અપાવે તે જરૂરી બન્યું છે.

અનેક રજૂઆતો પછી પણ જોખમી વૃક્ષ ન હટાવાયું
નુકસાનીનો ભોગ બનેલા સુમનભાઈ મહેતાએ જણાવ્યું કે મારા આંગણામાં પંચાયતની જગ્યામાં તોતિંગ વૃક્ષ જોખમી હાલતમાં હતું આ વૃક્ષ દૂર કરવા માટે પંચાયતમાં મેં વારંવાર રજૂઆત કરી હતી છતાં વૃક્ષ દૂર કરવામાં આવ્યું ન હતું તેમજ ચાર માસ અગાઉ વીજ કંપની દ્વારા વીજ લાઈનને નડતરરૂપ વૃક્ષો કાપવાની કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી ત્યારે પણ જાણ કરાઇ હતી. પરંતુ જોખમી વૃક્ષ ન હટાવાતા આજે દુર્ઘટના સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો