આગ:વાંકલની બેકરીમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શો

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ગામે બોરિયા રોડ પર આવેલ તવક્કલ બેકરી આવેલી છે. જે માં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં દુકાનનો કાટમાલ તેમજ બિસ્કીટ બેકરી આઈટમની વિવિધ ચીજ વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ સમયે ફળિયાના સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતાં, અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઉપરોક્ત બેકરી ઈશાકભાઈ પઠાણ ભાડના મકાનમાં ચલાવતાં હતાં. આ ઘઠનાની જાણ વાંકલ ગામના સરપંચ ભરતભાઈ વસાવાને થતાં  તેઓ ઘટના સ્થળે આવી પોહંચ્યા હતા, અને જરૂરી કાર્યાવહી કરી હતી. આ સંદર્ભે પંચક્યાસ કરી તાલુકા કચેરીમાં રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...