તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાડી ઝાંખવાવ માર્ગ પર ડમ્પર ચાલકે મોપેડસવાર વૃદ્ધને અડફેટે લેતાં મોત

વાંકલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીગામનાં મંગુભાઈ પેટ્રોલ પુરાવવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત

વાડી ઝંખવાવ મુખ્ય માર્ગ પર ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.વાડી ગામના ભાથીજી ફળિયામાં રહેતા મંગુભાઈ સુખાભાઈ વસાવા ઉંમર 70 એકટીવા લઇ પેટ્રોલ પુરાવા માટે વાડી ઝંખવાવ માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી આવી રહેલ નંબર GJ 15.AT.5619 ના ડમ્પર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લેતા વૃદ્ધ મંગુભાઈને માથાના ભાગે અને શરીર ઉપર ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જી ડમ્પર ચાલક ભાગી છુટયો હતો. ઉપરોકત સ્થળે હાજર મનીષભાઈ ગંભીરભાઇ વસાવાએ આ ઘટનાની જાણ તેમના પુત્ર દોલતભાઈ મંગુભાઈ વસાવાને કરી હતી જેથી સ્વજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઉમરપાડા પોલીસને પણ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નંબરને આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...