સુવિઘા:મોસાલી ચોકડી અને વાંકલ કોલેજની સામે રૂ.15 લાખના ખર્ચે બસસ્ટોપ બનશે

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે17 લાખના ખર્ચે સ્મશાન બનશે

વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. 17 લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાયુક્ત નવા સ્મશાન ધામમાં ઇલેક્ટ્રોનિક સગડી અને લાકડા સમયસર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાશે. મંત્રીએ મોસાલી ચોકડી અને વાંકલ કોલેજની સામે 15 લાખના ખર્ચે નવા બસ સ્ટોપ બનશેની જાહેરાત કરી હતી.વધુમાં જણાવ્યું કે, રૂ. 711 કરોડના ખર્ચે તાપી-કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના અને 50 કરોડના ખર્ચે ઉમરપાડાના બિલવણ ખાતે સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં ખાતમુહુર્ત કર્યું છે.

સિંચાઈ અને પીવાનું પાણી ઉકાઈથી પાઈપલાઈન મારફત લાવવાની આ યોજનાથી આ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ હંમેશ માટે દૂર થઇ જશે. મંત્રીએ છેલ્લા થોડાં વર્ષમાં ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં કોર્ટ, પોલીસ સ્ટેશન, નવી હાઈસ્કૂલ, કોલેજોની ભેટ વિસ્તારની જનતાને ધરીને તેમના શૈક્ષણિક, સામાજિક વિકાસ સાથે સર્વાંગી ઉત્થાન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું. રાજ્ય સરકારે અનેકવિધ વિકાસ યોજનાઓ થકી આદિવાસીઓને મુખ્યધારામાં લાવી તેમના જીવનધોરણમાં પરિવર્તન આણ્યું છે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...