અકસ્માત:સામેથી વાહન આવતાં બાઈક પુલના પિલ્લર સાથે અથડાઇ, ત્રણને ઇજા

વાંકલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વસરાવી પાટીયા પાસે સાંકડા પુલ પર અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિ - Divya Bhaskar
વસરાવી પાટીયા પાસે સાંકડા પુલ પર અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિ
  • વસરાવીના જોખમી સાંકડા પુલ પર વધુ એક અકસ્માત

માંગરોળ તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ પર વસરાવી ગામના પાટિયા પાસે આવેલ સાંકડા જોખમી પુલ પર રાત્રી દરમિયાન બાઈક ચાલક પુલ ના પિલ્લર સાથે ભટકાતા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. સાંકડા પુલ પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી ૮૦ વર્ષ જુના સાંકડા પુલ ને પહોળો કરવાની માંગ વર્ષો થી કરવામાં આવી રહી છે છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે.

અગાઉ આ સાંકડા પુલ ઉપર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી એકવાર સાંકડા પૂલ પર અકસ્માત સર્જાયો છે કોસાડી ગામના સંજયભાઈ ગોવિંદભાઈ વસાવા ચંદુભાઈ રાજુભાઈ વસાવા અને રમેશભાઈ પુનમભાઈ વસાવા બાઈક પર રાત્રે સંબંધી ને ત્યાં ડુંગરી ગામે જઈ રહ્યા હતા ત્યારે વસરાવી ના આંકડા પુલ પર સામે થી મોટુ વાહન આવતા બાઈક પિલ્લર સાથે ભટકાતાં સવારે ત્રણ વ્યક્તિને ઇજાઓ થઇ હતી આ સમયે ડુંગરી ગામ ના ડેપ્યુટી સરપંચ રાજુભાઈ ગામીત સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા અને 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોસાલી ની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...