તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Vankal
 • 9443 Hectares Of Land In 13 Villages Of Mandvi Mangrol Will Get Irrigation Water, Villages Will Be Included In Udvahan Irrigation Scheme With The Help Of Grant Of Rs. 57 Crore.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંચાઇ યોજના:માંડવી-માંગરોળના 13 ગામોની 9443 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી મળશે, 57 કરોડની ગ્રાન્ટની મદદથી ગામોને ઉદવહન સિંચાઇ યોજનામાં સમાવાશે

વાંકલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ અને માંડવી તાલુકાના 13 જેટલા ગામોનો કાકરાપાર ગોળદા વડ ઉદૃવહન સિંચાઇ યોજનામાં રાજ્ય સરકારે સમાવેશ કરી રૂપિયા 57 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. માંગરોળ અને માંડવી તાલુકાના સિંચાઇના પાણી થી વંચિત ગામોના ખેડૂતોની સિંચાઇનું પાણી આપવા માટે 500 કરોડ રૂપિયાની યોજના સરકારે ત્રણ વર્ષ અગાઉ મંજુર કરી હતી પરંતુ ઉપરોક્ત યોજના હેઠળ માંગરોળ તાલુકાના ચાર ગામો નાનીનરોલી બોરસદ દેગડીયા ઉમેલાવ ડુંગરી વગેરે ગામો સિંચાઈ યોજના થી વંચિત રહેતા હતા.

આ ગામોને સિંચાઇનું પાણી મળે તે માટે સ્થાનિક ભાજપ સંગઠનના આગેવાનો તેમજ ચૂંટાયેલા આગેવાનો દ્વારા મંત્રીને રજૂઆત કરી હતી. તેમજ માંડવી તાલુકાના અરેઠ, અંત્રોલી, ફળી, પાતલ, મધરકુઇ, ટુકેદ, ઉટેવા, ચુડેલ, જાબ વગેરે 9 ગામ મા સિંચાઈનું પાણી મળે એ માટે રજૂઆતો કરવામાં આવી હતી. જે બાદ ગણપત વસાવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સિંચાઈ મંત્રી ને રજૂઆતો કરતાં રાજ્ય સરકારે વંચિત રહેતા.

ગામોને સિંચાઇનું પાણી આપવા માટે ઉપરોક્ત યોજનાને મંજૂરી આપી દીધી હતી કુલ 9 ગામની કુલ 6375 હેક્ટર જમીન પીયત થશે ઉપરોક્ત યોજના માટે સરકાર દ્વારા રૂપિયા 34 કરોડ મંજૂર કરાયા છે. જ્યારે માંગરોળ તાલુકાના 4 ગામની 3068 હેક્ટર જમીન પિયત કરવા માટે ₹.22.71કરોડ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. બંને તાલુકાના ખેડૂતોમાં હાલ આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો